મોરબી : મોરબીના ટીંબડી ગામે યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવ સંદર્ભે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના ટીંબડી ગામે રહેતા શૈલેષભાઈ ચંદુભાઈ ધોળકીયા ઉ.વ.૨૬ એ પોતાના ઘેર અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરી યુવાનના આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ આદરી છે.