જમીન મહેસુલ સચિવ વિવાદ ના નિર્ણયમાં પણ વિવાદ થતા કાનૂની લડત મોરબી : મોરબીના અરજદારના પિતાએ વેચાણ હક્કથી પ્રાપ્ત કરેલી જમીનને તેમના જ કુટુંબીજનો દ્વારા બારોબાર હડપ કરી લઈ મૂળમાલિકના વારસદારોની બાદબાકી કરી નાખતા આ મામલે મહેસુલી કાયદા હેઠળ લડત આપી હાલમાં આ ચકચારી કિસ્સાને SIT સમક્ષ લઈ જવામાં આવ્યો છે. જાણવા મળ્યા મુજબ મોરબીના રઘુરામભાઈ ઇશ્વરદાસ રામાનુજના પિતા ઈશ્વરભાઈએ વર્ષો પૂર્વે અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના પાચી ગામે ખેતીની જમીન વેચાણ હક્કથી મેળવેલ હતી તેઓનું ૧૯૮૧ માં અવસાન થતાં અરજદારના કાકા તથા તેમના પુત્રોએ આ કિંમતી જમીનની ઘરમેળે વેચણી કરી લઈ કાયદેસરના અને ખરા વારસદાર રઘુરામભાઈનું નામ છુપાવતા આ મામલે કાનૂની લડત આપવામાં આવી હતી. મહેસુલી કાયદા મુજબ કાનૂની લડતમાં પણ ડે.કલેક્ટરથી લઇ મહેસુલ સચિવ વિવાદે આ મામલે મેરિટ્સ મુજબ કેસની હક્કીક્ત ધ્યાને ન લેતા આ મામલે અરજદાર રઘુરામભાઈ દ્વારા હાઇકોર્ટના ચુકાદાઓ ટાકી સમગ્ર મામલાને SIT સમક્ષ લઈ જવામાં આવ્યો છે અને અધિકારીઓ સામે પણ કાનુની લડત આપી અન્ય અરજદારો માટે નમૂનારૂપ લડત ચાલુ કરેલ છે.