મોરબી : મોરબીના શકત શનાળા ગામે સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ખાતે આવતીકાલે શુક્રવારે ગૌ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વકતા તરીકે જામનગર આયુર્વેદ યુનિવર્સિટીના ડો. હિતેશભાઈ જાની ઉપસ્થિત રહેશે. મોરબીના શકત શનાળા ગામમાં સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ખાતે આવતીકાલે શુક્રવારે સવારે ૭:૩૦ કલાકે ગૌ માતા પધરામણી અને સ્વાગત કાર્યક્રમ યોજાશે. બાદમાં રાત્રે ૮:૪૫ કલાકે ગૌ કથા યોજાશે. જેમાં વકતા તરીકે જામનગર આયુર્વેદ યુનિવર્સિટીના ડો. હિતેશભાઈ જાની ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયા અને નિયામક સુનિલ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે.