મોરબી : સરકાર દ્વારા તા.૧થી ૧૪ સુધી મહિલા શસક્તિકરણ પખવાડિયાની ઉજવણી અન્વયે આજે તા. ૧ ના રોજ મોરબી નગરપાલિકાના ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત મહિલાઓની વિશાળ બાઈક રેલી યોજવામાં આવી હતી. જેને કલેક્ટર, જિલ્લા પોલીસવડા સહિતના આગેવાનોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આજે તા.૧ના રોજ સવારે ૧૦ વાગ્યે પટેલ કન્યા છાત્રાલય થી આશરે ૨૫૦થી વધુ બહેનો અને વિધાર્થીનીઓ તથા મોરબી સીટી એ ડીવીઝન. બી ડીવીજન. તાલુકા. મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની મોટરસાઈકલ સવાર રેલી સ્વરૂપે રવાના થયા હતા. જે નવા બસ સ્ટેશન થઇ નગરપાલિકા ટાઉનહોલ પોહ્ચ્યા હતા. અને ત્યારબાદ ટાઉનહોલ થી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હથિયાર પ્રદર્શન તથા સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ની મુલાકાત લઇ જરૂરી માહિતી મેળવી હતી. આ રેલીને જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ વડા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='28132,28135,28136,28134']