પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી મોરબી : મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા એક શખ્સને 12 બોટલો વિદેશી દારૂ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા અશગર અબ્દુલભાઇ ચાનીયાએ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પાસ, પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ મીલીની કાચની કંપની સીલપેક કુલ બોટલો નંગ-૧૨ કી.રૂ.૫૨૫૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી હતી. જે મુદામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. તેમજ પોલીસની રેઇડ દરમિયાન આરોપી હાજર ન હોવાથી પોલીસે હાલમાં આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.