ગતવર્ષથી શરૂ થયેલા ઘડિયા લગમાં અત્યાર સુધીમાં 260 જેટલા યુગલો જોડાયા : લગ્નના ખોટા ખર્ચા ટાળવા સમાજનો દરેક વર્ગ ઘડિયા લગ્નની પહેલને અનુસરે તેવી હાકલ કરાઈ : આગામી વર્ષમાં 1 હજાર જેટલા ઘડિયા લગ્ન કરવાનો ટાર્ગેટ મોરબી : પાટીદાર સમાજ દ્વારા ઘડિયા લગ્નની કાંતિકારી પહેલ કરવામાં આવી છે.સમાજના સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોમાં લગ્નના ખોટા ખર્ચ બચાવવા માટે ઘડિયા લગ્નની કાંતિકારી પહેલને સમાજમાંથી પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં સમાજના 260 થી વધારે યુગલો ઘડિયા લગ્નમાં જોડાયા છે.ત્યારે ઘડિયા લગ્નને પ્રોહત્સાહન આપવા માટે આજે ઘડિયા લગ્નમાં જોડાયેલ 115 યુગલોનું સન્માન કરવામાં આવ્યું હતું.ઉપરાંત સનહાર્ટ ગુપના ગોવિદભાઈ વરમોરનું પણ અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. મોરબીમાં માળીયા-મોરબી ઉમિયા સમુહલગ્ન સમિતિ, કન્યા કેળવણી મંડળ,કડવા વિધાર્થી ભવન જોધપર,ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ, પાટીદાર કેળવણી ધામ,પાટીદાર સેવા સમાજ,ઉમિયા લગ્ન મેરેજ બ્યુરો,ઉમિયા સમાધાન પંચ, ઉમિયા સર્વિસ કલાસ ફોરમ સહિતની પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના સહયોગથી તાજેતરમાં મોરબીના માર્કેટિંગ યાર્ડ પાસે આજે ઘડિયા લગ્નમાં જોડાયેલ નવદંપતીઓ તથા સનહાર્ટ ગ્રુપના ગોવિદભાઈ વરમોરના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જ્યંતીભાઈ જેરાજભાઈ પટેલ,વલમજીભાઈ અમૃતિયા,પોપટભાઈ.કગથરા, બી,કે.અધારા,પરેશભાઈ પટેલ,ભાવેશ જેતપરિયા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.આ મંચસ્થ મહાનુભાવોએ જણાવ્યું હતું કે,ખાસ કરીને સમાજમાં દેખાદેખીથી લગ્નમાં ખોટા ખર્ચાઓ કરાતા હોવાથી સમાજના સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો દેવાદાર બની જાય છે અને ભારે આર્થિક મુશ્કેલીઓ ભોગવવી પડે છે.જોકે લગ્ન પ્રસંગ સમાજ જીવનનો એક ભાગ છે. આથી.લગ્ન યાદગાર બની રહે તે માટે અઢકળ ખર્ચાઓ કરાતા હોય છે.પહેલાના જમાનામાં પસેડી પ્રમાણે સોડ મુજબ પ્રસંગો ઉજવાતા હતા પણ પછીથી આધુનિક જમાનામાં લગ્નમાં ખોટા ખર્ચાનું મોટું દુષણ ઘર કરી જતા હવે ફરીથી પસેડી.પ્રમાણે સોડ મુજબ સામાજિક જીવનમાં પરિવર્તનનો સમય આવી ગયો છે.આથી ઉમિયા સમુહલગ્ન સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી સમાજના સામાન્ય અને મધ્યમ વર્ગમાં લગ્ન ખોટા ખર્ચા ટાળવા માટે ઘડિયા લગની કાંતિકારી પહેલ કરવામાં આવી હતી. પાટીદાર સમાજમાં ઘડિયા લગ્ન કરવામાં કાંતિ સર્જાઈ છે અને અત્યાર સુધીમાં સમાજના 260 થી વધારે યુગલો ઘડિયા લગ્નથી જોડાયા છે.પાટીદાર સમાજના મધ્યમવર્ગીય પરિવારોમાં ઘડિયા લગ્ન કરવામાં અભૂતપૂર્વ જાગૃતિ આવી છે.જેથી સમય અને નાણાંની મોટી બચત થઈ છે.ત્યારે હજુ પણ આ ઘડિયા લગ્ન દરેક સમાજ જીવનનો એક ભાગ બની જાય તે માટે જાગૃતિ લાવવા માટે આજે ઘડિયા લગ્ન કરનાર 115 યુગલોનું સન્માન કરવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં ઘડિયા લગ્નમાં જોડાનાર 260 દીકરીઓને દરેક દીઠ રૂ.25 હજારની ચીજવસ્તુઓ ભેટમાં આપી છે.જોકે ગતવર્ષથી શરૂ થયેલા આ ઘડિયા લગ્નમાં અત્યાર સુધીમાં 260 જેટલે યુગલો જોડાયા છે અને આવતા વર્ષથી 1 હજાર ઘડિયા લગ્ન કરવાનો ટાર્ગેટ અપાયો છે અને દમજના દરેક વર્ગ ઘડિયા લગ્નમાં જોડાઈ તેવી હાકલ કરવામાં આવી હતી.જોકે પાટીદાર સમજે ઘડિયા લગ્નની કાંતિકારી પ્રથા શરૂ કરીને દરેક સમાજને નવો રાહ ચીંધ્યો છે.આ કાર્યક્રમમાં ઉજા ખાતે યોજાનાર લક્ષચંડી યજ્ઞના સવા ચાર કરોડનું દાન આપીને મુખ્ય યજમાન બનેલા અને સનહાર્ટ ગ્રુપના ગોવિદભાઈ વરમોરનું સન્માન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત જૈન સમાજ અગ્રણીઓ દ્વારા પણ ગોવિદભાઈ વરમોરાનું સન્માન કરાયું હતું.