મોરબી : લોકશાહીના મહાપર્વમાં દરેક નાગરિકનો મત ખૂબ જ કિંમતી હોય છે. ત્યારે મોરબીમાં મતદાન પ્રત્યે જાગૃતિનું એક અત્યંત પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું છે. મોરબીના બુટાની વાડી વિસ્તારમાં રહેતા હીરૂબેન હીરાભાઈ પરમારે 110 વર્ષની જૈફ વયે ઉત્સાહભેર મતદાન કર્યું હતું.હીરૂબેન હીરાભાઈ પરમારે વજેપર વાડી પ્રાથમિક શાળા ખાતે ઊભા કરવામાં આવેલા મતદાન મથકે પહોંચીને પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 110 વર્ષની ઉંમરે પણ શારીરિક મર્યાદાઓને પાર કરીને લોકશાહીની પોતાની ફરજ અદા કરવા પહોંચેલા હીરૂબેને યુવા પેઢી સહિત તમામ નાગરિકો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મતદાન પ્રત્યેની તેમની આ સભાનતા અને અદમ્ય ઉત્સાહ જોઈને મતદાન મથક પર ઉપસ્થિત લોકો અને અધિકારીઓએ પણ તેમની પ્રશંસા કરી હતી.#Morbi #MorbiUpdate #Election #Voting #Inspiration #VoterAwareness #110YearsOldVoter