મોરબી : મોરબીના વરિયાનગરમાં રહેતી ચાર બહેનોના ભાઈએ આજે ટૂંકી બીમારી બાદ અંતિમ શ્વાસ લેતા બહેનોએ ભાઈની ફરજ નિભાવી કાંધ આપી અંતિમ સંસ્કાર કરતા ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સો ઓરડી વરિયાનગરમાં રહેતા મૂળ મોટી બરાર ગામના વતની પ્રજાપતિ મેરુભાઈ હંસરાજભાઈ વામજા ઉ. ૩૬ વિકલાંગ હોવા છતાં સ્વાવલંબી બની જીવન જીવતા હતા. દિવ્યાંગ મેરુભાઈને વિકલાંગ હોવાની સાથે પેરેલીસીસનો એટેક આવ્યા બાદ ટૂંકી બીમારીને કારણે અવસાન પામતા આજે તેમની ચારેય બહેનોએ ભાઈની ભૂમિકા નિભાવી અને લાડકવાયા ભાઈને કાંધ આપી અંતિમ સંસ્કાર કરી સમાજમાં નવો દાખલો બેસાડયો હતો.