બી ડીવીઝન પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૬૭,૦૦૦ કબ્જે કર્યા મોરબી : મોરબીમાં પોલીસે બાતમીના આધારે સ્ટ્રીટ લાઇટના અંજવાળે તીનપત્તિનો જુગાર રમતા ૧૧ આરોપીઓને ઝડપી લીધા હતા. તેમજ બી ડીવીઝન પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપીયા-૬૭૦૦૦ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એન. વાઢીયા સહિતના સ્ટાફે બાતમીના આધારે વીસીપરા સ્મશાન રોડ જુની જેલ પાસે જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર સ્ટ્રીટ લાઇટના અંજવાળે રમતા આરોપીઓ મહેશભાઇ ચંદુભાઇ ડઢૈયા, મુનાભાઇ બચુભાઇ દેગામા, પ્રવિણભાઇ અવચરભાઇ દલસાણીયા, આસીફભાઇ હાજીભાઇ જીંગીયા, મનુભાઇ કરશનભાઇ દેગામા, સુરેશભાઇ અવચરભાઇ ઝિંઝવાડીયા, રેહાનભાઇ સાઉદીનભાઇ કટીયા, અશોકભાઇ ધરમસીભાઇ વરાણીયા, અલ્તાફભાઇ હૈદરભાઇ જેડા, સંજયભાઇ કેશુભાઇ ઝિંઝવાડીયા, વિજયભાઇ સામતભાઇ ઇન્દરીયાને રોકડા રૂપીયા-૬૭૦૦૦ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.