મોરબી : મોરબીના શોભઈશ્વર રોડ પર આવેલા વૃદ્ધાશ્રમ ખાતે ૧૦૮ની ટીમ દ્વારા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં દર્દીઓએ આ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. મોરબી ૧૦૮ની ટીમ દ્વારા શોભઈશ્વર રોડ પર આવેલા વૃદ્ધાશ્રમમાં નિદાન કેમ્પ યોજાયો હતો.જેમાં ડાયાબિટીસ , બ્લડપ્રેશર અને વિવિધ રોગોની તપાસણી કરવામાં આવી હતી.આ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા ૧૦૮ ટીમના ઇએમટી મનીષ આહીર, પ્રવીણ મેર, ભરતભાઇ તથા પાયલોટ શક્તિસિંહ, ગોવિંદભાઇ અને ઇએમઇ રામેશભાઈએ જહેમત ઉઠાવી હતી.