મોરબી : ધી રાજકોટ ડિસ્ટ્રીકટ ટેલિકોમ કો-ઓ.ક્રેડિટ સોસાયટી લી. ના વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેના ચેરમેન પદે મોરબીના કનકસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. રાજકોટ ડિસ્ટ્રીકટ ટેલિકોમ કો-ઓ.ક્રેડિટ સોસાયટી લી.ના ચેરમેન તરીકે કનકસિંહ જાડેજા, વાઇસ ચેરમેન જે.આર.ભટ્ટ, સેક્રેટરી એમ.જી.વાઘેલા, આસી.સેક્રેટરી આર.ડી.જોશી, ટ્રેઝરર એસ.જે.રાજપરા, લોન કમિટી ચેરમેન આઈ.એમ.ભટ્ટી તેમજ લોન કમિટીમાં સભ્ય તરીકે અશોક. કે. હિંડોચા, પી.એન.પાલ, વાય.એમ.રાવલ, કારોબારીમાં સભ્ય તરીકે પી.કે. ઠક્કર, આર.એ.વ્યાસ, ડી.વી. ઝાલા અને હરસુખ વી.નૈયાની નિમણૂક કરવામાં આવી છે.