મોરબી : કોરોના વાઇરસ મહામારી અન્વયે સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર થયેલ છે. જે લોકડાઉન માટે પો.સ્ટે. વિસ્તારમાં જરૂરી બંદોબસ્ત રાખવા તથા પો.સ્ટે વિસ્તારમાં પાંચ કે તેથી વધુ માણસોને ભેગા નહી થવા તેમજ જાહેરનામાનું પાલન કરાવવા માટે રાખેલ બંદોબસ્તમાં સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન વીશીપરા મેઇન રોડ ઉપર આવતા 10 ઇસમો જાહેર રોડ ઉપર બેઠેલ જોવામાં આવતા તમામ ઇસમોને જાહેર રોડ ઉપર તેઓની હાજરી બાબતે પૂછતા કોઇ સંતોષ કારક જવાબ આપેલ ના હતો. આથી, અનવરભાઇ ઇશાકભાઇ કટીયા (ઉ.વ-30, ધંધો-મજુરી રહે-વીસીપરા મદીના સોસાયટી), ઇન્ડીયાઝભાઇ મેહબુબભાઇ ભટ્ટી (ઉ.વ-24 ધંધો-મજુરી રહે-વીસીપરા હુશૈની ચોક) ફીરોજભાઇ સુલેમાનભાઈ માણેક (ઉ.વ-35 ધંધો-મજુરી રહે-વીસીપરા કુલીનગર), જલાભાઇ ઘેલાભાઇ દેલવાણીયા (ઉ.વ-45 ધંધો-મજુરી રહે-વીસીપરા કુલછાબ કોલોની), અબ્દુલભાઇ મુસાભાઇ માણેક (ઉ.વ-19 ધંધો-મજુરી રહે-વીસીપરા વાડી વિસ્તાર), નરેન્દ્રભાઇ હમીરભાઈ પરમાર (ઉ.વ-28 ધંધો-મજુરી રહે-વીસીપરા પ્રજાપતના કારખાના પાસે), મહેશભાઇ જીવરાજભાઇ પુરાણી (ઉ.વ-31 ધંધો-મજુરી રહે-વીસીપરા પ્રજાપતના કારખાના પાસે), ઉમરભાઈ જુમાભાઇ સુમરા (ઉ.વ-56 ધંધો-મજુરી રહે-વીસીપરા ગુ.હા બોર્ડ હનુમાનજીના મંદીર પાસે), વલીમામદભાઇ રહેમાનભાઇ કાજેડીયા (ઉ.વ-70 ધંધો-મજુરી રહે.વીસીપરા ગુ.હા બોર્ડ હનુમાનજીના મંદીર પાસે) તથા મુસ્તાકભાઇ હુશૈનભાઇ સુમરા (ઉ.વ-26 ધંધો-મજુરી રહે-વીસીપરા ગુલાબનગર) સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/