મોરબી : મોરબીમાં શનાળા રોડ પર આવેલ કન્યા છાત્રાલય પાસની ગટર ઉભરાતા આસપાસના વિસ્તારોમાં ગંદા પાણી ફરી વળ્યાં છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબીમાં ગટર ઉભરવાનો પ્રશ્ન ગંભીર બનતો જઇ રહ્યો છે. પરંતુ પાલિકા તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરની સફાઈ માટે પૂરતું ધ્યાન આપવામાં આવતું ન હોવાથી વારંવાર ગટરો ઉભરાવાના બનાવો બને છે. શનાળા રોડ પર આવેલ કન્યા છાત્રાલય રોડ અને ઉમિયા સર્કલ પાસે આવી જ રીતે ગટર ઉભરાતા ગંદા પાણી રોડ પર ફરી વળ્યાં છે. રોડ પર ફરી વળેલા ગટરના ગંદા પાણીના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે પાલિકા તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરીને આ અંગે યોગ્ય કરે તેવી લોકમાંગ ઉઠી છે.