મોરબી : મોરબીમાં કાલિકા પ્લોટમાં આવેલ ઓરડીમાં રૂ.૧૬ હજારની કિંમતના દારૂ- બિયરના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ઉપરાંત અન્ય એક શખ્સ સામે ગુનો નોંધી એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના કાલિકા પ્લોટ શેરી નં.૩ ચારબાઈ માના મઢની સામે આવેલ પડતર ઓરડીમાં એડિવિઝન પોલીસ દ્વારા દરોડો પાડી વિદેશી દારૂ બોટલ નંગ ૪૮ તથા બિયર ટીન નંગ ૧૬ કિંમત રૂ. ૧૬૦૦૦ સાથે અસલમ સલીમભાઈ ચાનીયાને ઝડપી પાડવામાં આવેલ છે. એ ડિવિઝન પોલીસે આ કામના અન્ય આરોપી સીદીકભાઈ ઇસ્માઇલભાઈ ચાનિયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.