મોરબી : મોરબીના સેવાભાવી દાતાએ તેમની પુત્રીની સગાઇના શુભ અવસરે પ્રજ્ઞા ચક્ષુ સેવા કુંજ સંસ્થાના સહયોગથી પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવી અવસરની ખરા અર્થમાં ઉજવણી કરી હતી. મોરબી ના અગ્રણી ઉદ્યોગપતિ અને સિમ્પોલો ગ્રુપ ના માલિક જીતુભાઇ અઘારાની સુપુત્રી જાનવીબેનની સગાઈ દિવ્યભાઈ સાથે નિર્ધારિત કરવામાં આવી હતી. આ શુભ અવસરે જીતુભાઈએ પ્રજ્ઞા ચક્ષુ સેવા કુંજ સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને ભોજન કરાવી અવસરની ખરા અર્થમાં ઉજવણી કરી હતી. તેમ હાતિમ એસ.રંગવાલાની યાદીમાં જણાવાયું છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='25030,25031']