રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન કડનું કામ વ્યવસ્થિત કરવામાં ન આવતા અકસ્માતનો ભય મોરબી: મોરબીના નવલખી ફાટક પાસેના રોડ ને પહોળો કરવાની કામગીરી કામગીરીમાં બેદરકારી દાખવીને કડ સરખી કરવામાં ન આવતા વાહનચાલકો પર અકસ્માતનું જોખમ સર્જાઇ રહ્યું છે ત્યારે બાકી રહેલી આ કામગીરી ઝડપથી પૂરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મોરબીના નવલખી ફાટક પાસે છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકનો વિકરાળ પ્રશ્ન છે. વારંવાર ટ્રાફિક થતો હોવાથી તે પ્રશ્નને હલ કરવા માટે સંબંધિત તંત્ર દ્વારા રોડને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.સૂત્રો દ્વારા જાણવા મળતી વિગતો અનુસાર આ રોડને પહોળો કરવાની કામગીરી પૂરી કરી દેવામાં આવી પરંતુ રોડની કડ જોખમી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે કારણકે રોડ પહોળો કર્યા બાદ રોડની કડ વ્યવસ્થિત રીતે ન કરાતા વાહનચાલકો ત્યાંથી ઊતરી જઈને અકસ્માત થાય તેવી ભીતી સેવાઇ રહી છે રોડ ઉપરના ડિવાઇડર પર તૂટી ગયા છે તેથી આ બાબતે જવાબદાર તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી સત્વરે માંગ ઉઠી છે