મોરબી : મોરનીના વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા બહુચરાજી ખાતે બહુચરાજી માતાજીનો નવરંગો માંડવો અને ધ્વજારોહણ ઉત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સમાજના ભાવિકો જોડાયા હતા. આ ભગીરથ કાર્યમાં સહકાર આપનાર તમામ યુવા કાર્યકરો, સમાજના આગેવાનો, સ્વયંમસેવકો, રસોઈવિભાગ અને સમગ્ર આયોજન વ્યવસ્થા જાળવનાર વડીલો યુવાનો, આમંત્રિત મહેમાનો તેમજ વરીયા પ્રજાપતિ સમાજના તમામ સાખના ચેતનથડાના ભૂવાશઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપનાર તમામનો હરજીવનભાઈ ટપુભાઈ કણસાગરા, કાંતિલાલ હરજીવનભાઈ કણસાગરા તેમજ કણસાગરા પરિવાર દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો છે.