નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટની અધ્યક્ષતામાં તાલુકા પંચાયત ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક મળીટંકારા : મોરબી જિલ્લા અને ખાસ કરીને ટંકારા પંથકમાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ચોમાસાની વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજનના ભાગરૂપે આજે ટંકારા તાલુકા પંચાયતના મીટિંગ હોલમાં એક અગત્યની મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમીક્ષા બેઠક નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. બેઠકમાં સંભવિત ભારે વરસાદને પગલે લેવાનાર સાવચેતીના પગલાં, નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ અને રાહત-બચાવની પૂર્વતૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ અગત્યની બેઠકમાં ટંકારા તાલુકાના પદાધિકારીઓ, તાલુકા કક્ષાના તમામ અધિકારીઓ, લગત કર્મચારીઓ અને તલાટી મંત્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #Tankara #Monsoon #PreMonsoonMeeting #HeavyRainAlert #WeatherForecast