રાજકોટને હાઈકોર્ટની બેચ મળે તો મોરબી, જામનગર,અમરેલી, સહિતના જિલ્લાઓના નાગરિકોનો સમય બચે : હાઇકોર્ટમાં ૪૫ ટકા જેટલા કેસ સૌરાષ્ટ્રના મોરબી : ગુજરાત હાઈકોર્ટની બેચ સૌરાષ્ટ્રમાં આપવા માટે સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયાએ લોકસભામાં પ્રશ્ન ઉઠાવ્યો છે. સાંસદનો પ્રશ્ન રેકોર્ડ પર આવી ગયો હોય સંસદના ચાલુ સત્રમાં કાયદા મંત્રી તેનો પ્રત્યુત્તર આપે તેવી શકયતા છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટને હાઇકોર્ટની બેચ મળે તે માટે રજૂઆતો થઈ રહી છે ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ લોકસભામાં પ્રશ્નની રજૂઆત સાથે જણાવ્યુ છે કે સૌરાષ્ટ્રની વસ્તી અઢી કરોડ જેટલી છે. સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટ બેચ ન હોવાના કારણે અદાલતી હેતુથી અરજદારોને અમદાવાદ સુધી જવુ પડે છે. હાલ હાઈકોર્ટના કુલ કેસ પૈકી ૪૫ ટકા જેટલા કેસ એકલા સૌરાષ્ટ્રના હોય છે. વધુમાં પક્ષકારોને સૌરાષ્ટ્રના જુદા - જુદા વિસ્તારોમાંથી અમદાવાદ હાઈકોર્ટમાં જવા ૬ થી ૮ કલાકનો સમય લાગે છે. હાલ રાજ્યમાં હાઈકોર્ટની એકેય ડિવીઝન બેચ નથી. રાજકોટમાં હાઈકોર્ટ બેચ આપવામાં આવે તો મોરબી, જૂનાગઢ, જામનગર, અમરેલી વગેરે જિલ્લાને અમદાવાદ સુધી જવાને બદલે નજીક થશે અને લોકોને ન્યાય પણ ઝડપથી મળી શકશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..