કોરોનાકાળમાં અદભૂત કામગીરી બદલ અમિતાભ બચ્ચન, નીતિન ગડકરી સહિતની હસ્તીઓનું પણ અભિવાદન મોરબી : વૈશ્વિક મહામારી કોરોના એ જયારે સમગ્ર વિશ્વમાં આતંક મચાવ્યો છે ત્યારે આ સમયમાં કેટલાક નેતાઓ અને સમાજસેવકો દેવદૂત બનીને જનતાની સેવા કરવામાં ક્યારેય પાછી પાની કરતા નથી. સર્વ ધર્મ સમભાવની દ્રષ્ટિએ સમાજના તમામ વર્ગોની મદદ કરી મનુષ્ય ધર્મ નિભાવ્યો છે. મોરબીના મહંમદ ધારાણીને વૈશ્વિક મહામારી કોરોનામાં કરેલ અભૂતપૂર્વ કામગીરી બદલ લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સ્ટાર ૨૦૨૦ સિર્ટીફીકેટ એનાયત કરીને તેમની કામગીરીને ધન્યવાદ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે સંસ્થા એ સ્ટાર ૨૦૨૦ સિર્ટીફીકેટ સમગ્ર દેશમાં જેને અમૂલ્ય કામગીરી કરેલ હોય તેવા સન્માનિત વિભૂતિઓને આપીને સંસ્થા તેમનું અભિવાદન કરે છે. સંસ્થા એ સ્ટાર ૨૦૨૦ સિર્ટીફીકેટ ભારતમાં અમિતાભ બચ્ચન, રતન ટાટા , આદિ ગોદરેજ, નીતિન ગડકરી, અક્ષય કુમાર સહીત દેશના નામી હસ્તીઓને આ સિર્ટીફીકેટથી સન્માનિત કરેલ છે. ત્યારે મોરબીના મહંમદ ધારાણી પણ આ વિભૂતિઓ સાથે સન્માનિત થયા છે ત્યારે આ સમાચારની અદભૂત ક્ષણ સમાજના સેવા ભાવી કાર્યકરો માટે આનંદ માટેની ક્ષણ બની રહેલ છે. સ્ટાર ૨૦૨૦ સર્ટિફિકેટ બદલ લંડનના સાંસદ વીરેન્દ્ર શર્મા, સંસ્થાના ભારતના અધ્યક્ષ સંતોષ શુક્લ અને ડિરેક્ટર અને ગુજરાતના અધ્યક્ષ અશ્વિનભાઈ ત્રિવેદી, સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના પ્રમુખ ભરતભાઈ રાવલ એ મહંમદ ધારાણીને અભિનંદન પાઠવ્યા હતા.