હળવદ : હળવદમાં આવતીકાલે રામાનંદી સાધુ સમાજની વાડી હળવદ ખાતે સદગુરુ મૅગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આંખના મોતિયાનું નિદાન અને ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આવતીકાલે તારીખ 8ને બુધવારના રોજ સવારે 9:30થી બપોરે 12:30 વાગ્યા સુધી સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ હળવદ મધ્યે આવેલ રામાનંદી સાધુ સમાજની વાડી ખાતે યોજાશે. જેમાં આંખના મોતિયાની સમસ્યાનું નિદાન અને ઓપરેશન નિઃશુલ્ક રીતે કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ગુજરાત રાજ્યની સર્વશ્રેષ્ઠ આંખની હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો હાજર દર્દીઓને તપાસી આપશે અને મોતિયાના ઓપરેશનની જરૂર જણાય તેવા દર્દીઓને રાજકોટમાં રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે અને રાજકોટ આવવા જવાની વ્યવસ્થા સહિત દવા - ટીપાં - ચશ્માં અને રહેવા જમવાની ઉત્તમ તમામ સુવિધા નિઃશુલ્ક રીતે સેવા આપવામાં આવશે. ત્યારે આ કેમ્પનો લાભ હળવદ તાલુકાના જરૂરિયાતમંદ દર્દીઓને લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પનો લાભ લેવા અગાઉથી નામ નોંધવવા માટે 98257 16457, 98257 35055 પર સંપર્ક કરવાનો રહેશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..