12 એપ્રિલના રોજ બનેલા ઓનલાઈન ફ્રોડના બનાવની ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીમાં ઓનલાઈન ફ્રોડનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેમાં મોરબીમાં ગત તા.12 એપ્રિલના રોજ બનેલા ઓનલાઈન ફ્રોડના બનાવની મોરબીના એ ડિવિજનમાં ફરિયાદ નોંધાઇ છે.આ બનાવમાં દરજીકામ કરતા યુવાનને અજાણ્યા શખ્સે ફોન કરી મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાના બહાને તેના બેક ખાતા નંબર સહિતની ડિટેઇલ મેળવી તેના બેક ખાતામાંથી રૂ.50 હજાર ઉપાડી લીધા હતા.આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઓનલાઈન ફ્રોડના બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર એવેલા ચંદ્રેશનગરમાં રહેતા અને દરજી કામ કરતા જીગ્નેશભાઇ પ્રાણલાલ સરવૈયા (ઉ.વ.૪૩) એ આરોપી ૭૦૨૯૭ ૬૭૫૧૭ નંબરના મોબાઈલ ધરાવતા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે ,ગત તા-૧૨ એપ્રિલના રોજ આરોપીએ ફરીયાદીના ૮૦૦૦૨ ૭૯૯૨૦ નબરના મોબાઈલમા મેસેજ મોકલી ફરીયાદી સાથે આરોપીએ ૭૦૨૯૭ ૬૭૫૧૭ નબરના મોબાઈલ પરથી વાત કરી ફરીયાદીને મોબાઇલમા ક્વીક સ્પોર્ટ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરવાનુ કહી જેના કોડ નંબર મેળવી તથા આંધ્રબેન્કના ખાતા નંબર મેળવી પે.ટી.એમના ખાતા નંબરમા રૂ.૫૦,૦૦૦ ટ્રાંન્સફર કરીને ઓનલાઈન ફ્રોડ કર્યાની ફરિયાદ નોંધાવી છે.આથી એ ડિવિઝન પોલીસે ગઈકાલે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.