મોરબી : પીએમ આવાસ યોજના (PM Awas Yojana) ના લાભાર્થીઓ માટે કામના સમાચાર છે. મોદી સરકારે પીએમ આવાસ યોજનાને બે વર્ષ માટે લંબાવી છે. આવી સ્થિતિમાં હવે લોકો આ યોજનાનો લાભ વર્ષ 2024 સુધી મેળવી શકશે. જણાવી દઈએ કે હાલમાં આ યોજના હેઠળ કુલ 122 લાખ મકાનોને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી 65 લાખ મકાનો (PM Awas Yojana Benefits) બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. સાથે જ બાકી રહેલા મકાનોનું બાંધકામ પણ પૂર્ણ કરવામાં આવશે. તેના પછી આ મકાન ટૂંક સમયમાં લાભાર્થીઓને આપવામાં આવશે. શું છે પીએમ આવાસ યોજના? પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા સરકાર દેશના ગરીબ અને નબળા આર્થિક વર્ગના લોકોને પોતાનું ઘર આપે છે. આ યોજના દ્વારા એવા લોકોને આર્થિક મદદ કરવામાં આવે છે જેમની પાસે પોતાનું ઘર નથી. આ યોજના દ્વારા વિધવાઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિ (SC/ST) ના લોકોને પણ આ યોજનાનો લાભ મળે છે. આ ઘરોમાં પાણીના કનેક્શન, શૌચાલય અને વીજળી વગેરે જેવી ઘણી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડે છે. કેટલી આવકવાળા લઈ શકે છે આ સ્કીમનો લાભ? પીએમ આવાસ યોજનાનો લાભ લેવા માટે સરકારે 3 ઇનકમ સ્લેબ બનાવ્યા છે. પ્રથમ કેટેગરી એવા લોકોની છે જેમની આવક 3 લાખથી ઓછી છે, બીજી કેટેગરી એવા લોકોની છે જેમની આવક 3 થી 6 લાખની વચ્ચે છે. જ્યારે ત્રીજી કેટેગરી એવા લોકોની છે જેમની આવક 6 થી 12 લાખની વચ્ચે છે. જેમાં સરકાર ત્રણ હપ્તામાં રૂપિયા આપે છે. પહેલો હપ્તો 50 હજાર રૂપિયા, બીજો હપ્તો 1.50 લાખ રૂપિયા અને ત્રીજો હપ્તો 2.50 લાખ રૂપિયા છે. યોજના માટે અરજીની રીત જોઈ એ તો યોજનાની અરજી માટે સૌથી પહેલા pmaymis.gov.in પર વિઝિટ કરો, પછી 'Citizen Assessment' ના ઓપ્શનની પસંદગી કરો, આગળ તમારો આધાર નંબર ફિલ કરો, તેના પછી ઓનલાઈન ફોર્મ ભરો, આ એપ્લિકેશનને સબ્મિટ કરો, તેના પછી તેની પ્રિન્ટ કાઢી તમારી પાસે રાખો.