ટંકારા : ટંકારા તાલુકાની વિરપર પ્રાથમિક શાળામાં આજ રોજ 15 કોમ્પ્યુટર સાથેની આધુનિક લેબનો પ્રારંભ થયો છે. આ ઉપરાંત શાળાના આચાર્યની બદલી થતાં તેમનો વિદાય સમારંભ પણ યોજાયો હતો. આજે યોજાયેલા કોમ્પ્યુટર લેબ અર્પણ કાર્યક્રમ અને આચાર્યનો વિદાય સમારંભ પ્રસંગે વિદ્યાર્થીઓએ વિવિધ રમતમાં ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા પંચાતના સદસ્ય નાથુભાઈ કડીવાર, ગામના સરપંચ મહેશભાઈ લીખીયા, બીઆરસી કોઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, સીઆરસી કોઓર્ડિનેટર શૈલેષભાઈ, લજાઈ તાલુકા શાળાના આચાર્ય નીતિનભાઈ અને શાળાના આચાર્ય છાયાબેન, નવા વિરપર પ્રાથમિક શાળાના આચાર્ય દક્ષાબેન, શાળાના એસએમસી અધ્યક્ષ ચેતનાબેન, નિવૃત શિક્ષક જસમતભાઈ અને દમયંતીબેન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો અને પ્રવાસી શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.