મોરબી : આજરોજ મોરબીની નિર્મલ વિદ્યાલય ખાતે વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા UPSCની મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ટેસ્ટ માટે 100 જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી 86 જેટલા વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ આપવા માટે હાજર રહ્યા હતા. આ વખતે 36 વિદ્યાર્થીઓ અલગથી એડવાન્સ પ્રકારની પરીક્ષા આપી રહ્યા છે. જેમાં UPSC-GPSC દ્વારા જે પ્રકારે પેપર લેવાય છે તે પ્રકારે જ પેપર લેવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓ પરીક્ષાની આખી પ્રક્રિયાથી વાકેફ થાય, પરીક્ષા પદ્ધતિથી ઘડાય અને પરીક્ષાના વાતાવરણમાંથી પસાર થાય અને UPSC-GPSCની પરીક્ષા કેવા પ્રકારની હોય છે તેનો વિદ્યાર્થીઓને ખ્યાલ આવે તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા આ પરીક્ષા માટે સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ આ મોક ટેસ્ટમાં સાથ સહકાર મળ્યો હતો. આ તકે વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબી દ્વારા નિર્મલ વિદ્યાલય, વાલીઓ, વિદ્યાર્થીઓ સહિતનાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.