સાંજે 7:45 થી 8:15 કલાક સુધી બ્લેક આઉટ એટલે કે અંધારપટ રાખવા હળવદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા સૂચનહળવદ : સમગ્ર દેશમાં યુદ્ધની તૈયારીઓ વચ્ચે મોકડ્રિલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લાના હળવદમાં આજે તા. 7-5-2025ને બુધવારના રોજ યુદ્ધની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોકડ્રિલ યોજાશે. જેમાં હળવદમાં સાંજે 7:45 થી 8:15 કલાક સુધી બ્લેક આઉટ એટલે કે અંધારપટ કરવામાં આવશે. તો આ દરમ્યાન તમામ લોકોએ લાઈટ બંધ રાખી અંધારપટ કરવા તેમજ ફેક્ટરી કે દવાખાનામાં જ્યાં લાઈટો જરૂરી હોય ત્યાં પૂંઠા અથવા તો લાઈટનો પ્રકાશ બહાર ન આવે એ રીતે ઢાંકી દઈને તમામ શહેરીજનોએ દેશપ્રેમ દેખાડી આ મોકડ્રિલમાં સહયોગ આપવા હળવદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા સૂચન અપાયું છે. યુદ્ધની સ્થિતિની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ એકમાત્ર પ્રેક્ટિસ છે જેથી કોઈએ ન ગભરાવવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.