મોરબી : મોરબીમાં કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ.પી.પટેલ ગૃપ ઓફ કોલેજમાં ફાયર સેફટી અંગે મોકડ્રિલ યોજવામાં આવી હતી. આ મોકડ્રિલમાં મોરબી ફાયર વિભાગમાંથી ફાયર કર્મચારી ચિરાગભાઈ પંડ્યા દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને અગ્નિ નિવારણ અને જીવન સલામતી અંગે માહિતી આપવામાં આવી તથા અગ્નિ નિવારણ સાધનોના યોગ્ય અને જરૂરી સમયે ઉપયોગ કરવા અંગે તાલીમ આપવામાં આવી હતી. આ દરમિયાન શ્રી એમ.પી.પટેલ બી.એડ. અને કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ રજનીશ બરાસરા તથા કોલેજના અધ્યાપકો દ્વારા મોરબી ફાયર વિભાગ અને તેના કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.