મોરબી : મોરબી શહેરના નગર દરવાજા ચોક નજીક કડીયાવાસમાં રહેતા સફીમહમદ ઈંદ્રિશભાઈ ગુર્જરનો રૂપિયા 13,500ની કિંમતનો મોબાઈલ ફોન બિહારનો વતની રાહીલ નામનો શખ્સ ચોરી કરી લઈ જતા મોબાઈલ ચોરીની આ ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.