ટંકારા : ટંકારા શહેરમાં ભરાતી શનિવારી બજારમાંથી જયેશભાઇ શંકરભાઇ કટારા નામના યુવાનનો રૂપિયા 8500ની કિંમતનો રિયલમી મોબાઇલ ફોન કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી જતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.