તેરા તુજકો અર્પણ હેઠળ પોલીસે ખોવાયેલ 8 મોબાઈલ શોધી મૂળ માલિકને પરત સોંપ્યાવાંકાનેર : વાંકાનેરમાં ખોવાયેલા 8 મોબાઈલ પોલીસે શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપ્યા છે. જેમાં એક મોબાઈલ તો ફ્લિપકાર્ટને સેકન્ડ હેન્ડ મોબાઈલ તરીકે વેચી નખાયો હતો.ત્યાંથી પોલીસે મૂળ અરજદારને ફોન પરત અપાવ્યો છે.વાંકાનેર સિટી પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી આશરે રૂ. ૨,૬૩,૯૮૯ની કિંમતના કુલ-૦૮ જેટલા ખોવાયેલ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત અપાવ્યા છે. જેમાં એક વન પ્લસ કંપનીનો મોબાઈલ જેને મળ્યો હતો. તેને ફ્લિપકાર્ટ કંપનીને સેકન્ડ હેન્ડ મોબાઈલ તરીકે વેચી નાખ્યો હતો. જેથી પોલીસે ફ્લિપકાર્ટ કંપનીના કર્મચારી સાથે સતત સંપર્કમા રહી મોબાઇલ શોધી કાઢી ગુમ મોબાઇલ પરત મેળવી મૂળ માલિકને સોંપ્યો છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજા તથા પો.કોન્સ ભરતભાઇ દલસાણીયા તથા સર્વેલન્સ સ્ટાફ જોડાયેલ હતો.