બહેને સાથે ફોનમાં વાત કરવા મુદ્દે ત્રણ શખ્સોએ છરીથી કરેલો હુમલો જીવલેણ નીવડ્યો, સારવાર દરમિયાન મોત નિપજતા હત્યાની કલમ ઉમેરાઈ મોરબી :મોરબીની યદુનંદન સોસાયટીમાં રહેતા મોબાઈલના વેપારી યુવાનને થોડા દિવસો પહેલા રાત્રીના સમયે બહેન સાથે મોબાઇલ ફોનમાં અવાર નવાર વાતો કરવા મામલે ત્રણ શખ્સોએ ભક્તિનગર સર્કલ પાસે બાઈક અથડાવી નીચે પછાડી દઈ છરીના આડેધડ ઘા ઝીંકી દેતા વેપારીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આ મોબાઈલના વેપારીનું મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે. મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની યદુનંદન સોસાયટી શેરી નં-૩ માં રહેતા અને નાસ્તા ગલીમાં મોબાઈલની દુકાન ધરાવતા ભાવિક ભરતભાઈ પુજારા ઉ.28 નામનો યુવાન થોડા દિવસો પહેલા રાત્રીના સમયે ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ નજીક બાઈક લઈને પસાર થતો હતો ત્યારે આરોપીઓ ઇલ્યાસભાઈ ઇબ્રાહીમભાઇ બ્લોચ, નવાજ બ્લોચ અને સહેજાદ શબ્બીરભાઈ સિપાઈ નામના ત્રણ શખ્સોએ બાઈક અથડાવી પછાડી દઈ આડેધડ છરીના ઘા ઝીકી દેતા પ્રથમ મોરબી બાદ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. તે સમયે આ બનાવ મામલે ભાવિકના પિતા ભરતભાઈ લક્ષ્મીચંદભાઈ પુજારાએ આરોપી ઇલ્યાસભાઈ ઇબ્રાહીમભાઇ બ્લોચ, નવાજ બ્લોચ અને સહેજાદ શબ્બીરભાઈ સિપાઈ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજરોજ ફરિયાદ નોંધાવી છે અને પ્રાથમિક તપાસમાં આરોપીની બહેન સાથે ભાવિક ફોનમાં વાત કરતો હોવાનું અને આરોપીની બહેન પણ ભાવિકને ફોન કરતી હોય જે અંગેનો ખાર રાખી આ હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે. દરમિયાન રાજકોટ સારવાર હેઠળ રહેલા ભાવિક પુજારાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. એ ડિવિઝન પોલીસ અગાઉ મારામારીની ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરી ત્રણેય આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.