મારા મત વિસ્તારમાં કોઈ પણ માણસ ભૂખ્યો ન રહે તે મારી પ્રાથમિક ફરજ છે : ધારાસભ્ય સાબરીયા હળવદ : કોરોના મહામારીને લઈ દેશ આખો લોકડાઉન કરાયો છે ત્યારે થોડી ઘણી લોકોને તકલીફો પણ પડી રહી છે. તેવા સમયે પ્રજાના જે તે વિસ્તારનાના પ્રતિનિધિની જવાબદારી હોય છે કે બને એટલું લોકોને મદદરૂપ થાય. આ જવાબદારી હળવદ-ધાંગધ્રાના ધારાસભ્ય સાબરીયા નિભાવી રહ્યા છે. ધારાસભ્ય સાબરીયાએ પોતાના મત વિસ્તારના ગરીબ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું તેમજ આ કાર્ય જ્યાં સુધી લોક ડાઉન રહેશે ત્યાં સુધી ચાલુ રાખવાનું જણાવ્યું છે. લોકડાઉનને પગલે ખાસ કરીને ગરીબ લોકોને મદદરૂપ થવા અનેક સેવાભાવી યુવાનો આગળ આવ્યા છે ત્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે જેની જવાબદારી બને છે. તે ધારાસભ્યો પણ આ સમયે લોકોને બનતી તમામ મદદ કરી રહ્યા છે ત્યારે હળવદ-ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓ દ્વારા ગરીબ વિસ્તારના લોકોને નાસ્તાનુ તેમજ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ જણાવ્યું હતું કે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે આવા સમયે લોકોને મદદરૂપ થવાની મારી ફરજ બને છે. જયાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી લોકોને બનતી તમામ મદદ અમારા તરફથી કરવામાં આવશે. સાથે જ હળવદ-ધાંગધ્રાના જરૂર જણાય તે તમામ લોકોને જમવાની, નાસ્તાની તેમજ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવશે.