મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે પે એન્ડ યુઝ શૌચાલય પાસે ઉભરાતી ગટરના પ્રશ્નનો નિવેડો લાવવા ધારાસભ્ય મેરજાએ પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષને પત્ર લખીને તાકીદ કરી છે. જેમાં જણાવાયું છે કે, મોરબી શહેરના હાર્દસમાં વિસ્તાર એવા નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સુપર માર્કેટ શોપિંગના વેપારીઓની રજુઆત હતી કે આ વિસ્તારમાં નવા બસ સ્ટેન્ડ પાસે પે એન્ડ યુઝ શૌચાલય પાસે ભૂગર્ભ લાઈન ઉભરાવવાથી આ વિસ્તારના ધંધાર્થીઓને ભારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉભરાતી ગટરની દુર્ગંધ ત્યાંથી નીકળતા લોકોને પણ સહન કરવી મુશ્કેલ બની છે. આ ઉભરાતી ગટરથી ત્યાંના લોકોનું આરોગ્ય જોખમાય તેવી પણ સ્થિતિ બની છે. માટે તાકીદે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે.