પાલિકામાં શુભેચ્છા મુલાકાત દરમ્યાન ધારાસભ્યએ સામાકાંઠે ફાયર સ્ટેશન બનાવવાની જગ્યા તથા માળખાગત સુવિધા ઉભી કરવાની સૂચના આપી મોરબી : મોરબીમાં જાહેરમાં હોર્ડિંગ્સ ખડકી જાહેરાત કરતી જાહેરખબર એજન્સીઓને ઘી-કેળા હોય તેવી સ્થિતિ સામે આવી છે. કારણ કે નગરપાલિકા હોર્ડિંગ્સમાં ટેકસ પેટે એકપણ રૂપિયો વસુલ કરતી નથી. ત્યારે આ મુદ્દે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા પાલિકા તંત્ર ઉપર વરસી પડ્યા હતા અને પાલિકાને હોંડીગ્સની આવક માટે તાકીદે કાર્યવાહી કરવા તાકીદ કરી છે. મોરબીના ધારાસભ્ય મેરજાએ તાજેતરમાં નગરપાલિકાની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને નગરપાલિકા વિસ્તારમાં વિજપોલ અને હોર્ડિંગ્સ ઉપર જાહેરાત આપવા માટેની તાત્કાલિક પોલિસી બનાવી જાહેરાતની આવક વસુલ કરવાની સૂચના આપી હતી. આ ઉપરાંત જીઇબીના વાયરો તેમજ સ્ટ્રીટ લાઈટના લટકતા વાયરો અન્ડર ગ્રાઉન્ડ કરવા, સામાકાંઠે ફાયર સ્ટેશન બનાવવાની જગ્યા તથા માળખાગત સુવિધા ઉભી કરવા, પંચાસર રોડ (માધાપર) તથા સામાકાંઠે સ્મશાનમાં ભઠ્ઠીની મંજૂરી મળી ગઈ હોય આગળની કાર્યવાહી કરવા અને વિશિપરા સ્મશાન માટે સ્પે. દરખાસ્ત કરવા તેમજ 115 વાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને ઘટતી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..