મોરબી : વાંકાનેર-કુવાડવા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ વાંકાનેર તાલુકાનાં વરડુસર ગામની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ લોક પ્રશ્નો સાંભળી અને પ્રશ્નોનાં નિરાકરણ માટે જે તે વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ માટેની ખાતરી આપી હતી.