વાંકાનેર ગર્લ્સ હાઈસ્કૂલ અને કન્યા શાળા નંબર 4 ની દીકરીઓએ ગાંધીનગરના પ્રવાસ દરમિયાન વિવિધ મંત્રીઓ સાથે મુલાકાત કરીવાંકાનેર: દીકરીઓને લોકશાહીના મૂલ્યો અને વહીવટી પ્રક્રિયાથી અવગત કરાવવાના હેતુથી વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના માર્ગદર્શન હેઠળ એક વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 24/3/2026 ને મંગળવારના રોજ વાંકાનેર ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ કન્યા શાળા નંબર 4 ની કુલ 175 દીકરીઓ ગાંધીનગરના પ્રવાસે ગઈ હતી.આ પ્રવાસ દરમિયાન ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સતત દીકરીઓની સાથે રહ્યા હતા. તેમણે ગુજરાત વિધાનસભાની મુલાકાત કરાવી લોકશાહીની કાર્યપ્રણાલી, વિધાનસભાની ગૌરવશાળી પરંપરા અને જાહેર જીવનના મૂલ્યો વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. વિધાનસભાની મુલાકાત વેળાએ દીકરીઓએ મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી રિવાબા જાડેજા, મંત્રી પ્રવીણભાઈ માળી, મંત્રી કમલેશભાઈ પટેલ અને મંત્રી સંજયસિંહ મહિડા સાથે પણ મુલાકાત કરી હતી.વિધાનસભાના અનુભવ બાદ તમામ દીકરીઓએ ગાંધીનગરના પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર અને ઈન્દ્રોડા નેચર પાર્કની મુલાકાત લઈ પ્રકૃતિ અને સંસ્કૃતિનો આનંદ માણ્યો હતો. આ શૈક્ષણિક પ્રવાસથી દીકરીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.#Wankaner #Gandhinagar #GujaratAssembly #JituSomani #EducationTour #WankanerGirlsSchool #MorbiUpdate #Democracy