વાંકાનેર : જીયાણાં ગામથી હાઈવે સુધી એપ્રોચ (રિસર્ફેસ)રોડનું કામ 86.10 લાખનાં ખર્ચે તેમજ રાણપુર નવાગામ થી હાઈવે સુધી એપ્રોચ (રિસર્ફેસ)રોડનું કામ 55.12 લાખનાં ખર્ચે મંજુર થયા બાદ આજે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ જે. કે. પીપળીયા, રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ ચેતનભાઈ કથીરિયા, રાજકોટ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ કાકડિયા, તાલુકા પંચાયત સદસ્ય કાનજીભાઈ મેઘાણી, સંજયભાઈ રંગાણી, સરપંચોતેમજ સૌ કાર્યકર્તાઓ, અને બહોળી સંખ્યામાં સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.