વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ડિમ્પલબેન સોલંકી અને ઉપ પ્રમુખ તરીકે હર્ષિતભાઈ સોમાણીની પસંદગી કરવામાં આવી હતી. ત્યારે નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મરબી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ હિરેનભાઈ પારેખ, વાંકાનેર શહેર ભાજપ પ્રમુક પરેશભાઈ મઢવી સહિતના બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હાત અને નવનિયુક્ત પ્રમુખ અને ઉપ પ્રમુખના હારતોરા કરીને અભિનંદન પાઠવ્યા હતા.