મોરબી : મોરબીમાં આજે સ્કાય સિનેમા ખાતે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા સાબરમતી રિપોર્ટ ફિલ્મના વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના કાર્યકર્તાઓ સહિતના મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ફિલ્મ નિહાળી હતી. આ અંગે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે ગોધરાકાંડ વખતે હું ધારાસભ્ય હતો. મારા સ્વભાવ પ્રમાણે હું ત્યારે ત્યાં ગયો હતો. મે તે ઘટના જોઈ છે. આ ફિલ્મમાં સ્ટોરી નહિ પણ વાસ્તવિકતા રજૂ કરવામાં આવી છે. દરેક લોકોએ આ ફિલ્મ અવશ્ય જોવી જ જોઈએ.