મચ્છુ નદી પરના આ બ્રીજનું રીનોવેશન કરવામાં આવે અને બાજુમાં એક નવો બ્રીજ પણ બનાવવામાં આવે તેવી માંગવાંકાનેર : વાંકાનેરના રાતીદેવળી ગામે નેશનલ હાઇવેને જોડતા એક બ્રિજનો ભાગ બેસી જવા મામલે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. જેમાં તેઓએ તાત્કાલિક પગલાં લેવામાં નહિ આવે તો વાંકાનેર શહેરમાં પણ ટ્રાફિક સમસ્યા જટિલ બનશે તેવું જણાવ્યું છે.ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ પાસેથી નેશનલ હાઈવેને જોડતા બાયપાસ રોડ પર મચ્છુ નદી પર આવેલ બ્રીજ એકાએક ડેમેજ થયેલ છે બ્રીજનો એક ગાળો બેસી ગયેલ છે આ બ્રીજ પરિવહન માટે અગત્યનો છે અનેક ઉદ્યોગો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે એક માત્ર રોડ છે. આ રોડ બંધ થવાથી હવે પછી વાંકાનેર સિટી વિસ્તારમાંથી અવર જવર કરવી પડશે. સિટી વિસ્તારમાં પણ ટ્રાફીકની સમસ્યા ઘણી વિકટ છે. હાલ ભારે વાહનની સિટી વિસ્તારમાંથી અવર જવર બંધ કરેલ છે. પરંતુ આ બ્રીજ ડેમેજ થવાથી ના છૂટકે બધો જ ટ્રાફિક સિટી વિસ્તારમાં થશે.આ બાયપાસ રોડ જામનગર, ટંકારા, મોરબીને જોડતો રોડ હોય આ વિસ્તારમાં અવર જવર કરતા વાહનો પણ વાંકાનેર સિટી વિસ્તારમાંથી પસાર થશે અને સિટીમાં ગંભીર ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડશે આ બાબતના કાયમી ઉકેલ લાવવા માટે રાતીદેવળી ગામથી જે બાયપાસ રોડ બનાવેલ છે. તેને જો ડબલ લાઈન કરવામાં આવે અને હાલ જે મચ્છુ નદી પર આવેલ બ્રીજ ડેમેજ થયેલ છે તેનું રીનોવેશન કરવામાં આવે અને બાજુમાં એક નવો બ્રીજ બનાવવામાં આવે તો આ વિસ્તારની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. તો આ વિસ્તારના પ્રશ્નનું કાયમી નિવારણ થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવે.