વર્ષ 2021-22ના ધારાસભ્ય ફંડમાંથી રકમ ફાળવવા જિલ્લા આયોજન અધિકારીને પત્ર પાઠવ્યો વાંકાનેર : કોરોના મહામારીમાં મુખ્યમંત્રી દ્વારા તમામ ધારાસભ્યોને પોતાની ગ્રાન્ટના નાણાં હોસ્પિટલ માટે વાપરવા સૂચન કરતા વાંકાનેર ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાએ પોતાની ગ્રાન્ટમાંથી રૂપિયા 20- 20 લાખ વાંકાનેર અને કુવાડવા હોસ્પિટલમાં વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન માટે ફાળવવા ભલામણ કરી છે. વાંકાનેર વિસ્તારના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાએ જિલ્લા આયોજન અધિકારી મોરબીને લેખિત પત્ર પાઠવી વર્ષ 2021 - 22ની પોતાની ધારાસભ્યની ગ્રાન્ટની રકમમાંથી સરકારી હોસ્પિટલ વાંકાનેર અને રેફરલ હોસ્પિટલ કુવાડવા માટે રૂપિયા 20 - 20 લાખની રકમ વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન માટે ફાળવવા ભલામણ કરી છે.