ગાંધીનગર તાકીદે ઓપરશન કરી પ્લેટ બેસાડવામાં આવી : 5 અઠવાડિયાનો આરામ મોરબી : મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા ગઈકાલે રાજકોટથી મોરબી આવી રહ્યા હતા ત્યારે કારમાં બેસવા જતા પડી જતા ખભામાં ચાર ફ્રેક્ચર આવ્યા છે અને તાકીદે પ્લેટ બેસાડી ઓપરેશન કરાયું છે અને પાંચ અઠવાડિયાનો આરામ કરવા તબીબી સલાહ અપાઈ છે. બુધવારે રાત્રે નવ વાગા સુધી વિધાનસભામાં હાજરી આપી ગુરુવારે સવારે 6 વાગ્યે ધારાસભ્ય મેરજા રાજકોટથી મોરબી આવવા નીકળેલા તે દરમ્યાન રાજકોટમાં એક બેઠકમાં હાજરી આપી કારમાં બેસવા જતા હતા પથરાળ જમીનના કારણે અકસ્માતે પડી જતા તેમના જમણા ખભામાં 4 જગ્યાએ ફ્રેકચર થવાથી તાકીદે તેમને ગાંધીનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ખાનગી હોસ્પિટલમાં 5 નિષ્ણાત ડોક્ટરની પેનલ દ્વારા તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશન સફળ રહ્યું છે, જમણા ખભામાં ફ્રેક્ચર થયેલ હોય ગંભીર સર્જરીને ધ્યાનમાં લઇ 5 અઠવાડિયા સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ આપી છે તે જોતા 5 અઠવાડિયા તેઓ પ્રવાસ કે કાર્યાલયમાં મળી શકશે નહિ જેથી કામકાજ માટે લોકોને તેમના કાર્યાલમાં પીએનો સંપર્ક કરવાનો રહેશે તેમજ મોરબી વિસ્તારના સંગઠનના આગેવાનો દ્વારા મદદ મેળવવાની રહેશે. તેમની 5 અઠવાડિયાની ગેરહાજરી અંગે ખેદ વ્યક્ત કરી પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં આપેલ શુભેચ્છા બદલ સૌનો આભાર માન્યો છે.