મોરબી : મોરબી પંથકમાં લોકડાઉન વચ્ચે પ્રજાને દૂષિત પાણીની સમસ્યા નિવરાવા, પરપ્રાંતિયોનું જીવન નિર્વાહ તેમજ તેમને વતન પહોંચડાવાની વ્યવસ્થા કરવા સહિતના પ્રશ્નો અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ડી.ડી.ઓ, અધિક કલેકટર, ચીફ ઓફિસર, જિલ્લા આરોગ્ય અધિકારીને રૂબરૂ મળીને ચર્ચા કરીને આ પ્રશ્નોના ઉકેલ માટે યોગ્ય કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી. ધારાસભ્ય મેરજાના જણાવ્યા મુજબ મોરબીના બ્રહ્મકુમારી ચાર ભાઈઓ માઉન્ટ આબુ ગયા બાદ ત્યાંજ લોકડાઉનને કારણે ફસાયા છે. તેમને મોરબી હેમખેમ પરત લાવવા, રેશન કાર્ડધારકોને રેશનિંગનો લાભ લેવામાં પડતી મુશ્કેલી નિવારવા, જીવન જરૂરી ચીજવસ્તુઓના હોલસેલ વેપારીઓની હાડમારી નિવારવા, સુજલામ સુફલામ યોજના હેઠળ જિલ્લામાં તળાવો ઊંડા કરવાની કામગીરી કરવા, મનરેગા યોજના થકી યુવાનોને રોજગારી પુરી પાડવી, મચ્છુ -2 કેનાલમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા, ગ્રામ રક્ષક દળના જવાનોના વેતનમાં વધારો કરવા, સિદ્ધાર્થ સોસાયટી, લાયન્સનગરમાં ગટરની ગંદકી દૂર કરવા, માળિયાની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડવા, ખેડૂતોની ખેતપેદાશોના વેચાણ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં પાણીપુરીવાળા ભૈયાઓને વતન પહોંચાડવાની યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ હવે મોરબી જિલ્લો કોરોના મુક્ત બની ગયો હોય મોરબીમાં હવે કોરોના સંક્રમિત ન થાય તે માટે તમામ તકેદારીના આયોજનબદ્ધ પગલાં લેવાની અધિકારીઓને ધારાસભ્યએ તાકીદ કરી છે.