વાંકાનેર : વાંકાનેર તાલુકાનાં શેખેરડી ગામ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે બે કાનપર અને દીઘલિયા આ બે નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતથી શેખેરડી ગામથી કાનપર ગામ સુધી રૂ.1.50 કરોડના ખર્ચે 2.40 કિ.મી.નો રોડ તથા દિઘલીયા ગામથી શેખેરડી ગામ સુધી રૂ.1.20 કરોડના ખર્ચે 3.50 કિ.મી.નો રોડનું (રિસર્ફેસ) કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનો દ્વારા જીતુભાઈ સોમાણીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભા ઝાલા,જીલ્લા પંચાયત સદસ્ય જાહીરઅંબાસ શેરસીયા, યુસુફભાઈ શેરસીયા, અશ્ચિનભાઈ મેઘાણી, હેમુભાઈ ધરજીયા, શેખેરડી સરપંચ કેશુભાઈ વાટુકીયા, હકાભાઈ ધરજીયા, જીતુભાઈ પટેલ, રાતડીયા સરપંચ રાજુભાઈ મેર (ભુવા) કાનપર સરપંચ મહેબૂબભાઈ બાદી, ગોપાલભાઈ શારદીય સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.