મોરબી : મોરબી જિલ્લાની ટંકારા- પડધરી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાની તબિયત લથડી છે. જેને લઈ તેમને ગાંધીનગર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. ગાંધીનગર ખાતે આજે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોય તે દરમિયાન જ ધારાસભ્ય લલિતભાઈ કગથરાની તબિયત ખરાબ થઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે બ્લડ પ્રેશર હાઈ થતા તેમની તબિયત લથડી હતી. જેથી તેઓને તુરંત જ ગાંધીનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.