મોરબી : મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના પુત્ર અને યુવા આગેવાન પ્રથમ અમૃતિયાએ મુંબઈ ખાતે બોલિવૂડના મશહૂર ફિલ્મ અભિનેતા સલમાન ખાનની મુલાકાત કરી હતી અને પ્રથમ અમૃતિયાએ ફિલ્મો વિશે ફિલ્મ અભિનેતા સલમાન ખાનની સાથે વાતચીત કરી હતી. અને તમને મોરબીના મેહમાન બનવાનું આમંત્રણ આપ્યું હતું. મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના પુત્ર અને યુવા અગ્રણી પ્રથમ અમૃતિયા તાજેતરમાં મુંબઈ ગયા હતા અને મુંબઈ ખાતે પ્રથમ અમૃતિયા ફિલ્મ અભિનેતા સલમાન ખાનને મળ્યા હતા. પ્રથમ અમૃતિયાએ સલમાનખાન સાથે તેમની આગામી ફિલ્મો વિશે ચર્ચા કરી હતી. મુશહૂર ફિલ્મ એકટર સાથે મળીને ખૂબ આનંદ થયાની લાગણી વ્યક્ત કરી હતી. તથા પ્રથમ અમૃતિયાએ સલમાન ખાનને તેમની આગામી ફિલ્મો વિશે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તેમજ સલમાન ખાન સાથે તેઓને મોરબીનો વિશેષ પરિચય આપ્યો હતો. અને સલમાન ખાનને મોરબી આવવા આમંત્રણ આપ્યું હતું.