સાંજે 6 કલાકે મોરબી નવા બસસ્ટેન્ડ પાસે જનતા માટે લાઈવ ટેલિકાસ્ટ નિહાળવા સ્ક્રીન ગોઠવાશે મોરબી : આજરોજ ભારતીય અવકાશ સંસ્થા ઈસરો દ્વારા ચંદ્ર ઉપર મોકલવામાં આવેલ ચંદ્રયાન -3 લેન્ડિંગ થનાર છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આ ઐતિહાસિક ઘડીએ તમામ નાગરિકોને લાઈવ ટેલિકાસ્ટ નિહાળવા અનુરોધ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવવા અનુરોધ કર્યો છે. મોરબીમાં જાહેર જનતા માટે સાંજે 6 વાગ્યે નવા બસસ્ટેન્ડ ખાતે લાઈવ ટેલિકાસ્ટ માટે સ્ક્રીન પણ ગોઠવવામાં આવી છે. ચંદ્રયાન - 3 ના લેન્ડિંગ અંગે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, આજે તા.23ને બુધવારે સાંજે 6 કલાકે ભારતનું ચંદ્રયાન -3 મિશનનું રોવર ચંદ્ર ઉપર ઉતારવા જઇ રહ્યું છે. આ અગાઉ અમેરિકાએ ચંદ્ર મિશન કર્યું હતું ત્યારે આખા વિશ્વમાં 65 કરોડ લોકોએ ટેલિવિઝન કે સોશિયલ મીડિયાના માધ્યમથી live નિહાળવાનો રેકોર્ડ કરેલો છે! જેથી આપણે ભારતીય હોવાથી આપણું ગૌરવ એવા ભારતીય સાયન્ટીસ્ટો દ્વારા જ્યારે ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતારવા જઇ રહ્યું હોય તો ભારતીય તરીકે આ ઐતિહાસિક ક્ષણ ને જાહેર જનતાને સાંજે 6 કલાકે live નિહાળવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેની ટીમ દ્વારા અપીલ કરી લોકો લાઈવ નિહાળી શકે અને નવો વિક્રમ બનાવી શકે તે માટે નવા બસસ્ટેન્ડ ખાતે live સ્ક્રીન પર દેખાડવા માં આવશે. જેથી ભારતીય સાયન્ટીસ્ટોને પ્રોત્સાહન પૂરું પાડવા અને ભારતનો નવો ઇતિહાસ બનાવવા લોકોને ભારપૂર્વક અપીલ કરી હતી.