મોરબી : ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા જિલ્લા પોલીસ કચેરીથી સંકલન મીટીંગ પૂર્ણ કરી જઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં કોઈક પરપ્રાંતીય બાળકનો રોડ અકસ્માત થતા બાળકને ઇજાઓ પહોંચી હતી. ત્યારે ધારાસભ્ય કાંતિલાલે નજીકમાં આવેલ ડો. પ્રવીણ બરાસરાનાં ક્લિનિકે લઈ જઈ રૂબરૂ સારવાર અપાવી નૈતિક ફરજ બજાવી હતી.