ઢોલના તાલે હારતોરા સાથે કાંતિલાલનું સમર્થકોએ કર્યું ભવ્ય સ્વાગત : પોસ્ટર સાથે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યામોરબી : મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા વિધાનસભા પહોંચી ગયા છે. અહીં મોટી સંખ્યામાં સમર્થકો દ્વારા તેઓનું વાજતે ગાજતે હાર તોરા કરીને સ્વાગત કરવામાં આવ્યું છે. હવે તેઓ દ્વારા અડધી કલાક ગોપાલ ઇટાલિયાની રાહ જોવામાં આવશે. ચેલેન્જના રાજકીય ધમાસાણ બાદ ધારાસભ્ય કાંતિલાલ આજે વહેલી સવારે મોટી સંખ્યામાં સમર્થકોના કાફલા સાથે ગાંધીનગર જવા રવાના થયા હતા. તેઓ 12 વાગ્યાના અરસામાં વિધાનસભા પહોંચી ગયા છે. ગાંધીનગરમાં એન્ટ્રી થતા જ ધારાસભ્ય કાંતિલાલનું ત્યાં મોટી સંખ્યામાં સમર્થકો દ્વારા વાજતે ગાજતે હારતોરા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે ધારાસભ્ય કાંતિલાલ વિધાનસભામાં અડધી કલાક માટે ગોપાલ ઇટાલિયાની રાહ જોવાના છે. જો ગોપાલ ઇટાલિયા રાજીનામુ દેવા આવશે તો તેઓ પણ રાજીનામું આપશે. જો નહિ આવે તો ત્યારબાદ તેઓ મીડિયાને સંબોધવાના છે.