વર્ષોથી સ્ટેશન રોડ ઉપર સદાવ્રત ચલાવતા હતા, મહાપાલિકાની દબાણ હટાવ ઝુંબેશમાં તેઓની સદાવ્રતની જગ્યા ખાલી કરાવાય હતીમોરબી : મોરબીમાં સ્ટેશન રોડ ઉપર સદાવ્રત ચલાવતા બચુબાપાની જગ્યા મહાપાલિકાએ ખાલી કરાવ્યા બાદ સાંજે ધારાસભ્ય કાંતિલાલે તેઓની રૂબરૂ મુલાકાત લીધી છે. તેઓએ નવી જગ્યા ફાળવવાની તેઓને ખાતરી આપી હતી. આજે મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ ઉપર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ત્યાં વર્ષોથી સદાવ્રત ચલાવતા બચુબાપાની જગ્યા મહાનગરપાલિકા દ્વારા ખાલી કરવામાં આવી હતી. બાદમાં સાંજે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સ્થળ ઉપર જઈ બચુબાપાની રૂબરૂ મુલાકાત લીધી હતી અને બચુબાપા આવા સેવાના કામો કરે તે બદલ પ્રોત્સાહિત કર્યા હતા. સાથે તેમને બીજી નવી જગ્યા ફાળવવાની ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે બચુબાપા તાજેતરમાં જ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતભરમાં પ્રસિદ્ધ થયા હતા. તેઓ છેલ્લા 41 વર્ષથી લોકોને ટોકન દરે ભોજન કરાવી રહ્યા હતા.. 73 વર્ષના બચુબાપા સ્ટેશન રોડ ઉપર કેબિન જેવા ભોજનાલયમાં જ રહેતા હતા. અને ત્યાં જ જાતે જમવાનું બનાવીને દરરોજ બપોરે ગ્રાહકોને પીરસતા હતા.